અમદાવાદ :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને શ્રીમતી શર્મિન રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, શ્રી સમશેર સિંહ, કે. એન એલ. રાવ અને અન્ય ઉચ્ચ આઇપીએસ અધિકારીશ્રીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે અમદાવાદના ડાયનામાઇસ ગરબા ગ્રૂપ અને સૈયર ગરબા ગ્રૂપ તેમજ કલાકાર શ્રી ભરત બારીયા દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
