સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરને બચાવવા જતા બસ પલ્ટી ખાઈ જવા પામી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયાં હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત બન્યાં છે.

ઉવા ગામ નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માત પાછળનું કારણ ટેન્કર પલટી જવાની ઘટના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. પલટી મારેલા ટેન્કર સાથે અથડામણ ટાળવાના પ્રયાસમાં પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ અચાનક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી.

હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી જતા પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસના ચાલકે અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન બસ પરનો કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયું હતું. એ જ સમયે સામેની દિશામાં પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બીજી સરકારી બસ સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બસોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘટનાસ્થળે ચીસો તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન સામેની દિશામાં પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બીજી સરકારી બસ સાથે બસની જોરદાર સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી.

By AUTHOR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *