અમદાવાદ :
અમદાવાદ ના ખોખરમા સીતારામ યેચુરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી…
૧૯૫૨ માં ચેન્નાઈમાં જન્મેલા ભારતમાં લગભગ ૪૫ વર્ષ સુધી ડાબેરી રાજકારણને પ્રભાવિત કરનાર સીતારામ તેલંગાના ચળવળ દ્વારા ૧૭ વર્ષની ઉંમરથી પ્રવેશેલા યેચુરી ને કટોકટી દરમિયાન ઓળખ મળી હતી તેઓ સી બી એસ સી માં ગોલ્ડ મેડલિસ્ટ હતા તેમજ જવાલાલ નેહરુ યુનિવર્સિટી ના વિદ્યાર્થી સંઘ ના પ્રમુખ હતા તેઓએ કટોકટીનો વિરોધ કરવા યુનાઇટેડ સ્ટુડન્ટ્સ ફેડરેશન ની રચના કરી આ સંગઠનના બેનર હેઠળ યેચુરી એ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને જેલવાસ પણ ભોગવ્યો હતો તેઓ ૨૦૦૫ માં રાજ્યસભા દ્વારા ઉપલા ગૃહ માં પહોંચેલા સીતારામ ૨૦૧૫ માં સી.પી.એમ. ના મહાસચિવ બન્યા હતા
ડાબેરી નેતા,પ્રગતિશીલ વિચારધારા ધરાવતા,સામાજિક ન્યાય માટે કાર્યરત, ગરીબ પછાત અને શ્રમિકો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર “ક્રાંતિવીર કોમરેડ સીતારામ યેચુરી” ને વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ક્રાંતિકારી સલામી આપવામાં આવી હતી જેમાં વિવિધ પક્ષના આગેવાનો અને સામાજિક આગેવાનો સર્વ શ્રી જ્યોર્જ ડાયસ,બીપીન ગઢવી, સતીશ પરમાર,રમેશ ભીલ, નિધીશ મોહન, રમિન્દ્રસિંહ બગ્ગા, પ્રભાતસિંહ રાજપૂત,મુનશી પ્રતાપ વર્મા,યશ ચૌધરી રાજેશ આહુજા, જીગ્નેશ વર્મા,સુનિલ કોરી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
