સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. પણ આ અભિયાનમાં સહભાગી થયાં હતાં અને કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
કલેક્ટર કચેરીના પરિસરમાં સોનમહોરનો છોડ વાવીને કલેક્ટરશ્રીએ આ અભિયાનમાં સહભાગી થવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કલેક્ટર કચેરીના પરિસરમાં યોજાયેલા વૃક્ષારોપણમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલ, જિલ્લા અધિક ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર સહિતના અધિકારીશ્રીઓએ પણ વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
