મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રીશ્રી અને ગુજરાત સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, જેઓ છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સનિષ્ઠતાથી જોડાયેલા છે ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગી દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રતિબદ્ધતા સાથે આ પુસ્તકનું પ્રકાશન કરવું એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃધ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો અને ભારતના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યો છે.
પુસ્તક વિમોચન પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી ડૉ. તુષારભાઈ ચૌધરી જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થઇ રહી છે. ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર કોર્ષની માહિતી જ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં માનવીય ઉચ્ચ ગુણોના વિકાસ માટેની વિગતો પણ વણી લેવાઈ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને યોગ્ય કારકિર્દી પસંદગી માટે આ પુસ્તક ઉત્તમ ભાથું પૂરું પાડે છે.
આ પુસ્તકમાં રાજ્યની કોલેજ, કોર્ષ, સ્કોલરશીપ, એજ્યુકેશન, બેઠકોની સંખ્યા સહિતની મહત્વની વિગતો આપવામ આવેલ છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦ થી વધુ પ્રવેશ પરિક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-૧૨ પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે જરૂર છે માત્ર સમયસર અને યોગ્ય માર્ગદર્શનની. કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

By AUTHOR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *